Friday, 17 February 2017

શું અર્થ .?

🌸 જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો , 
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ? 

🌸 સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો , 
પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .? 

🌸 વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો , 
ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ? 

🌸 ઘર માં બેઠેલા માબાપ રૂપી ભગવાન ને ઓળખી લેજો , 
પછી અડસઠ તીર્થ ફરવા નો શું અર્થ ? 

🌸 સમય કાઢી વૃદ્ધ વડલા પડખે બેસી લેજો , 
પછી બેસણા માં ફોટા સામે બેસવા બેસાડવા નો શું અર્થ ? 

🌸 લાડકોડ પૂરનારા માબાપ ને સદાય હૈયે રાખજો , 
પછી દીવાન ખંડ માં તસ્વીર રાખવા નો શું અર્થ 

🌸 હયાતી માં જ હૈયું એમનું ઠારી સેવા નું સુખ આપજો , 
પછી ગંગાજળ માં અસ્થી પધરાવવા નો શું અર્થ ? 
  
🌸માવતર એ જ મંદિર’ એ સનાતન સમજી રાખજો , 
પછી’ રામ નામ સત્ય છે’ બોલવા નો શું અર્થ ...?... 
  
🌸 જય શ્રી કૃષ્ણ 🌸 
આપને મારી આ વાત ગમી હોય તો બીજા મિત્રો નેં મોકલી આપજો............🙏