દરેક માતા પિતા આ
પ્રસંગ જરૂર વાંચજો..
એક છોકરો પોતાના
માતા-પિતા સાથે ફરવા
માટે નિકળ્યો હતો. પિતા
ગાડી ચલાવતા હતા અને દિકરો પાછળ બેઠો હતો. પિતાને પોતાની આ ગાડી
ખુબ વહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી.
થોડીવાર પછી એક આધુનિક ગાડી આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. પાછળની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ," પપ્પા, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય નથી કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસીટી વધુ સારી છે."
હજુ તો વાત ચાલુ જ હતી ત્યાં ફરીથી એક કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ , " શું પપ્પા તમે પણ આમ ગાડી ચલાવાતા હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઇ જરા લીવર દબાવો."
પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ,
" તને આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય છે ? આપણા કરતા સામાન્ય સ્થિતિની
ઘણી કાર છે જે હજુ આપણી પાછળ જ છે. આ જે ગાડીઓ આગળ નીકળી રહી છે એ બધી જ ગાડીઓની આગળ નીકળવા આપણે જો લીવર દાબીએ તો આપણે આગળ તો ન જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને કંઇક નુકસાન થાય."
છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યુ, " પપ્પા તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો ? હું એની સાઇડ કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું એ તમને કેમ નથી દેખાતુ ? "
All Parents Must Read....😊😊