Thursday, 16 February 2017

સાચો સંબંધ / સાચો પ્રેમ

લગ્ન નાં 18 વર્ષ પછી એક પત્ની એ એનાં પતિ માટે બહુ જ ખરાબ જમવા નું 
 બનાવ્યું , શાક કાચું રહી ગ્યું હતું , રોટલી બળી ગઇ હતી , દાળ માં મીઠું 
 અને મરચું વધારે હતું , સલાડ માં ય મીઠું ઓછું નહોતું 
 ડિનર ટેબલ ઉપર પતિ બિલકુલ શાંત હતો અને ચુપચાપ જમી લીધું , પત્ની વાત પામી ગઇ હતી 
 અને દુખી મન થી રસોડા માં વાસણ ભેગાં કરી ને મૂકી રહી હતી , ત્યાં જ પતિ 
 આવ્યો અને તેનાં માથા પર ચુમ્મી ભરી. 
પત્ની એ આશ્ચર્ય સાથે પતિ ને પૂછ્યું કે મારા થી આરે બધું જમવા નું બગડી ગયું તો પણ તમે ગુસ્સે થવા ને બદલે આ કિસ કેમ કરી ? 
પતિ એ કિધું કે તારાં આજ નાં જમવાં નાં સ્વાદે મને લગ્ન પછી નાં પહેલાં 
 દિવસે તે બનાવેલાં ભોજન નો સ્વાદ યાદ કરાવી દિધો , તો મેં વિચાર્યું કે 
 કેમ ના આજે 18 વર્ષ પછી તને ફરી થી એમ નવી દુલ્હન જેમ ટ્રીટ કરું 
 આ સાંભળી ને પત્ની ની આંખ માં આસું આવી ગ્યાં અને તેનાં પતિ ને ભેટી પડી 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 
મિત્રો એની પાસે ગુસ્સે થવા નું તો કારણ હતું જ છતાં ય એને પ્રેમ બતાવ્યો 
 અને વાત ને પોઝીટીવલી જોઇ , આને સાચો સંબંધ / સાચો પ્રેમ કહેવાય