Tuesday, 7 March 2017

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ 👰👸👱👵👩👧

સ્ત્રી એટલે એક અલગ ઓળખ,
માતા બની ને બાળક ને જન્મ આપનારી,
બહેન બની ની સંભાળ રાખનારી,
દીકરી બની ને બાપ નું નામ રોશન કરનારી,
કુળવધુ બની ને પરિવાર ની સંભાળ રાખનારી,
પત્ની બની ને પતિ નો સહારો બનનારી,
એક સ્ત્રી તરીકે આવી અનેક જવાબદારી નિભાવનારી સ્ત્રી.
એક સ્ત્રી ના ઉપકાર આપણે તો શું ભગવાન પણ ચૂકવી
શકતો નથી...
" આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ "
👧👩👵👱👸👰

Sunday, 26 February 2017

#Happy #Birthday #અમદાવાદ :) #iloveamdavad




#Happy #Birthday #અમદાવાદ:
મનગમતી મસ્તીનું શ્હેર અમદાવાદ
અલબેલી વસ્તીનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ
હાથોમાં એનાં છે મહેંદીની ભાત સમી
સીદી સૈયદની કોતરણી
રોશનીથી ઝગમગતું કાંકરિયા Lake જાણે
એનાં રે નાક કેરી નથણી
માણેકચોક એનું દિલ બની ધડકે ને
C G Road મન બની મહેકે
મિલોની Siren ને વાહનનાં Horn રોજ
એનો અવાજ બની ગહેકે
ભદ્દરકાળીની છે મ્હેર અમદાવાદ
ખાણીપીણી ને લીલાલ્હેર અમદાવાદ
તારું ને મારું આ શહેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ
Googleની Site પર લાગે છે મોટું
પણ દિલમાં સમાય એવું નાનું
High Rise Buildingsની ગોઠવણી એવી
જાણે ઊભું છે ખાના પર ખાનું
બાર બાર દરવાજા, દેરાં, હવેલી
જાણે જીવતાં નખશીખ કોઈ ચિત્રો
કીટલીની પહેલી મુલાકાતમાં જ તમને
મળી જાય કાયમનાં મિત્રો
નિત નવાં રંગોનું શ્હેર અમદાવાદ
ઊડતાં પતંગોનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ
આ શહેરનાં Biodataમાં છે
IIM, NID, CEPT જેવી Degree
Fashion, Textile કે Computer હોય
કોઈ વાત એને લાગે ના અઘરી
ISROની ખુલ્લી અગાસી પર જઈએ
તો ચાંદ હવે લાગે છે પાસે
BRTSમાં કરીએ સવારી તો
Future પણ હાથવગું ભાસે
સોનાં ને ચાંદીનું શ્હેર અમદાવાદ
સૌની આઝાદીનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ
#Happy #Birthday #Amdavad
#iLoveAmdavàd

જીવી જાણો તો જીવન છે,નહિતર એ અંધારિયું વન છે.



ખુશીઓનું માપ નથી હોતું.ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતીઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.
એટલે જ તો વાલા

જીવી જાણો તો જીવન છે,નહિતર એ અંધારિયું વન છે.
🎱 કેરમ રમવાનું🍹જ્યુસ પીવાનું🏇મોજ માં રેવાનું,
સંપૂર્ણ સુવિચાર પેજ 👮👲👳
ફૉલૉ કરો , લાઈક કરો અને મોજ કરો..

© મજ્જા ની લાઈફ...!! 🍻🍔🎂🍕🍫
https://www.instagram.com/_majja_ni_life_/

Saturday, 25 February 2017

જીવનમાં ઉતારવા જેવું....

જીવનમાં ઉતારવા જેવું....

* ભોજનમાં જે મળે તે જમી લો, ટકટક ન કરો.... નવી પત્ની ૨૦ લાખમાં પણ નથી મળતી.

* રોજના ૨૦ કલાક પત્નીના થઈને રહો એમાં વાંધો નથી.... પણ ૪ કલાક માતા-પિતા તથા બીજા માટે ફાળવજો.

* સ્ત્રી કારણ વગર મહિનામાં ત્રણ વાર વિફરે, સ્વીકારી લો... કેમકે ભગવાને તેમનું મગજ જ એવું બનાવ્યું છે... તેમનો વાંક નથી.

* સ્ત્રી-પુરુષના અંગોમાં ફેરફાર છે, તેમ સ્વભાવમાં પણ ફેરફાર રહેવાનો જ.... સ્વીકારી લો.

* તમારા ઘરમાં જે દિવસે સ્ત્રીના આંસુ પડે.... તે દિવસથી તમારા ઘરમાં પતન ની શરૂઆત થાય છે.

* ગુસ્સો અને રિહ ચડાવીને વાંદરા જેવું મોઢું રાખીને ઘરમાં ન રહો.... વાંદરા તો ખેતરમાં શોભે.

* શક્ય હોય તો ગાંડા બનીને જીવો.... ન બની શકાય તો બે ચાર ગોળી ખાઈને ગાંડા બનો.... જીવવાની મજા આવશે.

* ભગવાન તમે ઊંચકી શકો તેટલું જ દુઃખ આપે છે..... માટે વધુ ફરિયાદ ન કરો.

* વધુ ઘન ઘરમાં પ્રકાશની સાથે અંધકાર પણ ફેલાવે છે.... તમારું ભેગું કરેલ ઘન તમારા બાળકોને કામ ન પણ લાગે.

* જવાનીમાં પત્ની સાથે ઝઘડશો નહિ.... ઘડપણમાં તો ઝઘડવાનું જ છે.

* તમારો વિકાસ લોકોને આભારી છે.... અભિમાન ન કરતા..... પતનમાં પણ તે જ લોકો કામ આવશે.

* કોઈ જોડે સબંધ બગડે તો ‘સોરી’ અથવા ‘માફી પત્ર’ લખીને એક દિવસ નીચા બનો.... આજીવન મહાન બનો.

* કોઈપણ વ્યક્તિનું અપમાન કરીને તે વ્યક્તિને નિર્જીવ જેવો જ કરો.... તે અધિકાર તો ભગવાન પાસે જ છે.

* તમે સમાજમાં કેટલા લોકો જોડે બોલતા નથી ?.... તેનો સ્કોર તો ગણો.... તે સ્કોર તમારા વજનથી વધુ તો નથી ને?.

* બાપ તો તમને ચાહે જ છે.... ભલે તમે નફરત કરો.

* બાપાએ બનાવેલ ઘરમાં બાપનું ભોજનબીલ ન ગણો.

* બાધા રાખવી જ હોય તો... ગુસ્સે નહિ થવાની રાખો... આનંદ-મજા તમારા આંગણે... બી.પી ડાયાબિટીસ ગાયબ.

* જવાનીમાં તમારી ઘણી ભૂલો પરિવારે સહન કરી છે.... ઘડપણમાં તેમની થોડી ભૂલો સહન કરો.

ધર્મપત્નીએ વાંચવું

* હસ્ત મેળાપ ૧૦ મિનીટમાં ભલે થાય..... મન મેળાપ માટે ૧૦૦ વર્ષ પ્રયત્ન કરશો.

* દરેલ બાબતમાં પતિ જોડે દખલગીરી ન કરો.... જીવન ઝેર જેવું બની જશે.

* તમે સાસરિયામાં કેટલા ખુશ છો.... તેના કરતા તમારાથી સાસરિયામાં કેટલા લોકો ખુશ છે તે મહત્વનું છે.

* પિયરની સુખ-સમૃદ્ધિની વાતો સાસરિયામાં ન કરો.

* પતિદેવ ઘરે આવે ત્યારે હસતું મોં રાખીએ પાણી આપવું.... પાડોશી સાથે પણ હસતા મોઢે જ વ્યવહાર કરવો.

* યાદ રાખવાનું હોય તે ભૂલી ન જાઓ, ભૂલી જવાનું હોય તે યાદ ન રાખો... બે વાક્યોના અમલ વડે આનંદ મેળવો.

* તમારું ઘર સાસુ-સસરાએ બનાવ્યું છે.... ગાડી લાવવી હોય તો જાતે મહેનત કરીને લાવજો.

* ભગવાને જન્મની સાથે સુખનું પડીકું આપ્યું છે.... તે દરરોજ ખોલજો અને દરરોજ આનંદનું ભોજન કરજો.

* સ્ત્રીઓની અછત છે તે વાત સાચી.... પણ તેનો મતલબ ઘરમાં મન ફાવે તેમ વર્તવું જ જોઈએ એવું નથી.

* સ્ત્રી વિફરે તો વિકાસ અથવા વિનાશ કરી શકે.... તમે તો સમજદાર અને ભણેલા છો, વિફરીને વિકાસ કરજો....

આદર્શ પરિવાર ત્યારે જ બને છે જ્યારે.....

* પુત્ર અને પુત્રવધુ ‘સ્વભાવમાં’ એક-એક કિલો ફેરફાર લાવે.

* દીકરો અને દીકરી ‘વર્તનમાં’ સો-સો ગ્રામ ફેરફાર લાવે.

* સસરા અને સાસુ ‘વિચારમાં’ એક-એક ગ્રામ ફેરફાર લાવે.

* આ પોસ્ટ સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડસને ચોક્કસ શેર કરજો.

Sunday, 19 February 2017

એટલા ખુશ રહો કે બીજા કોઈ આપને જુએ તો તેઓ પણ ખુશ થઈ જાય..

" એટલા ખુશ રહો કે બીજા કોઈ આપને જુએ તો તેઓ પણ ખુશ થઈ જાય.."

માંગો નહીં પણ લાયક બનો, આપો આપ મળશે..

" માંગો નહીં પણ લાયક બનો, આપો આપ મળશે.. " 

" હોટલ અને બોટલ માં આખી જિંદગી નું ટોટલ પૂરું થઈ જાય છે.. "

" હોટલ અને બોટલ માં આખી જિંદગી નું ટોટલ પૂરું થઈ જાય છે.. "